જીંદગીનું વણ નોતર્યુ કમુરતુ
જીંદગીનું વણ નોતર્યુ કમુરતુ
પતિ પત્ની સરખા રહેતા હોય તો રોજ લાભપાંચમ
અને જો હખણાં ના રહે તો રોજેરોજ આભફાટમ અને ઘર આખું ધણ-ધણાટમ
ને વાસણો રોજે રોજ ખડખડાટમ
જીભડી બેયની ચાલતી સડસડાટમ
શ્લોક ઝરતા તેમાંથી ટમટમાટમ
આજુ બાજુના લોક રોજ કરતા અટ્ટહાસમ
વગર આસને થઈ જતું મગજનું શિર્ષાશન
તોય બેયમાંથી એકેય ના શક્યા સમજી દિર્ગાશન
ને જીંદગી આખી જઈ પહોંચતી મરણાશન
થતું જ્ઞાન કે સમજ્યા હોત તો હતી રોજ
લાભપાંચમ.
Comments
Post a Comment